Main Menu

શ્રેષ્ઠ કર્મયોગીઅો તથા વિદ્યાર્થીઅોનું સન્માન

નવસારી જિલ્લા પંચાયતનો દ્વિતીય સ્નેહ મિલન સમારંભ યોજાયો 

નવસારી, તા.૧૭, નવસારી જિલ્લા પંચાયત કચેરી ઘ્વારા ટાટા હોલ ખાતે પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દ્વિતિય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. સમારોહમાં નવસારી સાંસદ સી.આર.પટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડા÷. ગીરીશ પંડયા, વાંસદા પ્રાંત અધિકારી લલિત સધુ, ચીખલી પ્રાંત અધિકારી ભોગાયતા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ડા÷.અમિતાબેન પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી તુષાબેન, કારોબારી સમિતિના અધ્યક્ષ વિનોદભાઇ પટેલ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રેખાબેન ઉપસ્થિત રહયાં હતાં.
 નવસારી જિલ્લા પંચાયત કચેરી, જિલ્લાની તમામ તાલુકા પંચાયત કચેરીના શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઅો/અધિકારીઅો સાથે કર્મચારીઅોના અભ્યાસ કરતા શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઅો/રમતવીરોનું ઉપસ્થિત મહાનુભાવોએ સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું. સાથે સાથે જિલ્લાના આયુર્વેદિક વિભાગ ઘ્વારા પ્રકાશિત પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. કર્મયોગીઅોએ સન્માન કરતાં પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત ઘ્વારા સારી કામગીરી કરતાં કર્મચારીઅોને પ્રોત્સાહન પુરુ પાડવું જાઇએ. છેવાડાની પ્રજાની અપેક્ષા પુર્ણ કરવા જાગૃત કર્મચારી તરીકે તમારો રોલ અદા કરી પ્રોઁ હલ કરવા પુરતી સંવેદનમાંથી કાર્ય કરશો તો સાચી સેવા કરી ગણાશે.
 જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત ઘ્વારા રાજયમાં સૌથી વધારે કર્મયોગીઅો ઘ્વારા રાજય સરકારની વિવિધ સેવાઅો જેવી કે, આરોગ્ય શિક્ષણ, કૃષિ પશુપાલન, સિંચાઇ, પાણી પુરવઠા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગની જુદી જુદી યોજનાઅો વિકાસમાં સહભાગી બની છે. નવસારી જિલ્લામાં ટીમવર્કથી કાર્ય થઇ રહયું છે. રાજય લેવલે નવસારી જિલ્લો અગ્રેસર રહયો છે. જિલ્લા પંચાયતના પરિવાર એક સાથે મળે અને તેમના કાર્યને પ્રોત્સાહિત કરવાનું આયોજન હાથ ધર્યુ છે. જિલ્લા પંચાયત ઘ્વારા આમ પ્રજાને સારી સર્વિસ મળે એ માટે કચેરીને પણ પ્રોફેશનલ રીતે કાર્યરત કરી છે.
 સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષા અમીતાબેન પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. કર્મચારી/અધિકારીઅો તેમજ વિદ્યાર્થીઅોએ તેમના પ્રતિભાવ આપ્યા હતાં. સાંજે યોજાયેલ સંગીત સંધ્યામાં જાણીતા ગઝલ સમ્રાટ મનહર ઉધાસ ઘ્વારા મોડીરાત સુધી ગીત સંગીત પીરસી પ્રેક્ષકોને ડોલાવ્યા હતાં.