Main Menu

કરણીમાતા ચોક શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું પુનઃ અનાવરણ

 

સુરત, તા.૨૦, શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના પ્રમુખ છોટુભાઈ પાટીલ અને મહામંત્રી મેહુલભાઈ ચૌહાણ એક અખબારી નિવેદનમાં જણાવે છે કે ગતરોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ૩૮૮મી જન્મ જયંતી પ્રસંગે સુરત મહાનગરપાલિકા અને શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ દ્વારા કરણી માતા ચોક ન્યુ બોમ્બે માર્કેટ પાસે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો પુનઃ અનાવરણવિધિનો ભવ્ય કાર્યક્રમ સવારે ૯.૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પુનઃ અનાવરણ વિધિ સુરત શહેરના મેયર અસ્મિતાબેન શિરોયા તથા સાંસદ સી.આર. પાટીલ દ્વારા હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલ શિવભક્તોની હાજરીમાં કરવામાં આવી. સદર પ્રસંગે ઉધના અને લીંબાયત વિસ્તારના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઅો હાજર રહ્ના હતા. તેમજ યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ યુથ ફોર ગુજરાત અને ભગવા ગ્રુપના હજારો કાર્યકર્તાઅો સાથે રેલી સ્વરૂપે પહોચી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પુનઃ અનાવરણ વિધિના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શાસક સ્મારક સમિતિએ સુરત મહાનગરપાલિકાના અધિકારી-પદાધિકારીઅોનો અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પુનઃ અનાવરણ વિધિના કાર્યક્રમમાં સર્વે શિવભક્તોનો આભાર વ્યક્ત કરે છે.