Main Menu

પરપ્રાંતીય મહિલાને આશ્રયગૃહમાં રહેવાથી વ્યવસ્થા કરી આપતી કતારગામની ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ

સૂરત , સૂરત શહેરના વરાછા વિસ્તારમાંથી એક ત્રાહિત વ્યકિતએ ૧૮૧, મહિલા હેલ્પલાઈનમાં કોલ કરીને જણાવ્યું કે, વરાછાની લક્ષ્મણનગર સોસાયટીની આસપાસના વિસ્તારમાં એક મહિલા છેલ્લા ચાર દિવસથી જ આમતેમ ભટકયા કરે છે. જેને મદદ કરવા અનુરોધ કર્યો હતો. કોલ મળતા કતારગામ રેસ્કયુવાનની ટીમ તાત્કાલિક સ્થળે પહોચીને મહિલાને શોધી કાઢી હતી. વાતચીત કરતા જણાયુ કે, મહિલા મહારાષ્ટ્રીયન છે અને ધણા સમયથી ઘરેથી નીકળી ગયા છે. મહિલાએ ધો.૭ સુધીનો અભ્યાસ કર્યો છે. ઉમરે અંદાજે ૪૦ થી ૪૫ વર્ષ છે. તેમના લગ્ન મહારાષ્ટ્રમાં થયા હતા લગ્ન જીવન દરમિયાન તેમને એક બાળક છે. તેમના પતિ વ્યસની હોય અવાર નવાર મારઝુડ કરતા હતા. પતિનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જતો હતો. બાળક કારણે મહિલા બધુ સહન કરતી હતી. તેમના પતિ કંઈ કામધંધો કરતા નહી આખો દિવસ ઘરે બેસી રહેતા હતા. મહિલાએ પોતાની આપવિતી જણાવતા કહ્યું કે, મારા પતિ બે-ત્રણ દિવસે ઘરે આવતા અને મારી સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. એક દિવસ મારના કારણે હું બેહોશ થઈ ગઈ હતી. ત્યાર બાદ થોડા દિવસો બાદ ઘરેથી નીકળી ગઈ હતી. ધણા દિવસો સુધી આમતેમ આમતેમ ભટકીને સમય પસાર કરતી હતી અને જે મળે તે ખાવાનું ખાતી હતી. આખરે એક ગામથી બીજા ગામ ફરી ફરીને તે સુરત આવી હતી. સુરતના લક્ષ્મણનગર કાપોદ્રા વિસ્તારમાંથી મળેલી આ મહિલા જેની શારીરિક હાલત કંથળી ગઈ હોવાથી ગોથાણ ગામમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટના આશ્રમમાં રાખવામાં આવી છે. તેના મૂળ ગામ તથા પતિનું સરનામું ઉપલબ્ધ નથી. જે કોઈને તેના વાલી વારસોની જાણકારી મળે તો ૧૮૧ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક સાધવો જેથી તેના પરિવારને સોપી શકાય.



(Next News) »