Main Menu

‘તાપી શુદ્ધિકરણ’ મહાઅભિયાનનો ખૂબ જ અસરકારક પ્રારંભ થયો હતો.

ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગરના અધ્યક્ષ નીતિનભાઈ ભજીયાવાલા દ્વારા પ્રેરીત ‘તાપી શુદ્ધિકરણ’ મહાઅભિયાનનો ખૂબ જ અસરકારક પ્રારંભ થયો હતો. અભિયાનના ગઈકાલે પ્રથમ જ દિવસે પાર્ટીના હજારો કાર્યકર્તાઅો અને સેવાભાવી સંસ્થાઅોના સભ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અભિયાનના પ્રથમ જ દિવસે તાપી નદીમાં અસરકારક પરિણામ નિહાળવા મળ્યું હતું. સેવાભાવી સંસ્થાઅો અને ભાજપના કાર્યકર્તાઅોની મોટી ફોજ જળકુંભીને દુર કરવાના કામે લાગી હતી. કોઝવે કમ વિયર, રાંદેર ઈન્ટેકવેલ, કતારગામ વોટર વર્કસ, વરાછા વોટર વર્કસ, સરથાણા વોટર વર્કસ ખાતે હજારો સુરતપ્રેમીઅો તાપી માતાને જળકુંભીની જંઝાળમાંથી મુક્ત કરાવવાના યજ્ઞમાં જાડાયા હતા.



« (Previous News)