Main Menu

સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા હેકેથોન-૨૦૧૮માં પ્રથમ ક્રમ મેળવી સૂરતનું નામ રોશન કર્યું

રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ દ્વારા સ્પર્ધા યોજાઇ હતીઃ ૨૦૦૦ ટીમ અને ૯૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

સુરત, ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિ. ખાતે રાજ્યના હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ગત રવિવારે હેકેથોન-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની કુમારી શ્રેયા વિઠ્ઠલભાઈ ધાનાણીની ટીમને બેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ માટે પ્રથમ ઈનામ મળ્યું હતું. અને ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન માટે ત્રીજુ ઇનામ પ્રાપ્ત થયુ હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.
રાજય સરકારનાં હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટ્રડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશમ પોલિસી અંતર્ગત રાજ્યકક્ષાની સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા હેકેથોન-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા જૂદા જૂદા તબક્કામાં યોજાઇ હતી. ઓનલાઇન સ્પર્ધા બાદ આ સ્પર્ધા માટે ૨૦૦૦ ટીમોના ૯૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ઓનલાઈન સ્પર્ધા બાદ રિઝનલ રાઉન્ડ આણંદ, અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે યોજાયા હતા. ૨૬મી માર્ચના રોજ આ સ્પર્ધાની ફાઈનલ સ્પર્ધા હતી. જેમાં પસદ થયેલી ૧૩૫ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નિયમો પ્રમાણે એક ટીમમાં આઠ વિદ્યાર્થીઓ હોવા જોઇએ, જેમાં ઓછામાં ઓછી બે વિદ્યાર્થીની હોવી જોઇએ.
આ સ્પર્ધામાં ડિજિટાઇઝેશન માટે જે મુશ્કેલી હોય તેવા પ્રશ્નોના ઉકેલ વિદ્યાર્થીઓએ શોધવાનાં હોય છે. અને તેના ઉકેલના ડેમો પણ બતાવવાના હોય છે. આ સ્પર્ધામાં સુરતની નિવાસી અને એ.ડી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. શ્રેયા વિઠ્ઠલભાઇ ધાનાણીએ ટીમ લીડર રૂપે સામેલ હતી. જેમાં તેમની ટીમને શ્નબેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ તરીકે પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું હતું, અને ડિપાર્ટમેન્ટ એજ્યુકેશનમાં ત્રીજું ઇનામ પ્રાપ્ત થયું હતું. તેમની ટીમમાં કુ. ફોરમ મહેતા, કુ. હેત્વી પટેલ, કુ. અનેરી પંચાલ, કુ.ઝીલકા પટેલ,કુ.મોહરા તીનવાલા, કુ.વિશા પટેલે આ સિદ્ધી માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો.



(Next News) »